[પાછળ]
ચાંદા ચાંદા પોળી ઘીમાં ઝબોળી

ચાંદા ચાંદા પોળી ઘીમાં ઝબોળી ભાઈલાના મોઢામાં હબૂક પોળી એક હતો ચકો ને એક હતી ચકી ચકો હતો ભોળો ને ચકી ભારે પક્કી ગાઓ... ગાઓ બેટા! ચકો હતો ભોલો ને ચકી ભાલે પકી હાં ચકો ગયો ચરવા લાવ્યો ચોખાનો દાણો ચકી ખીચડી રાંધવા લાવી મગનો દાણો ચકી ખીચલી લાંદવા લાવી... લાવી... લાવી.. મગનો દાનો હાં લાવી મગનો દાણો ચકી ચોખા ખાંડે છે પીતાંબર પગલા પાડે છે રાજિયો ભોજિયો ટીલડી ને ટચૂકીયો ચાંદા ચાંદા પોળી ઘીમાં ઝબોળી ભાઈલાના મોઢામાં હબૂક પોળી એક હતો રાજા ને એક હતી રાણી રાજા હતો બો.. બો.. બો બો બો... બોબડો ને રાણી હતી કાણી લાજા હતો બો.. બો.. બો બો બો... બોબડો ને લાની હતી કાની હાં, એના મોટા મહેલમાં રોજ વાગે વાજા એના મોટા મહેલમાં રોજ વાગે વાજા રાજા ખાતો રોટલો ને રાણી ખાતી ખાજા લાજા ખાતો લોટલો ને લાની ખાતી ખાજા ચાંદા ચાંદા પોળી ઘીમાં ઝબોળી માસીના મોઢામાં હબૂક પોળી નહિ મમ્મીના મોઢામાં હબૂક... જૂથું, માસીના મોઢામાં હબૂક પોળી

સ્વરઃ અલકા યાજ્ઞિક અને ફાલ્ગુની ગીતઃ અવિનાશ વ્યાસ સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ પૂજાના ફૂલ (૧૯૮૩) ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]