[પાછળ]
ગમે તે થાય પણ

ગમે   તે  થાય   પણ   અશ્રુ વહનને  રોકવું  પડશે
વ્યથાઓ  વ્યક્ત  કરવાને  બીજું  કંઈ ગોતવું પડશે

નિરાંતે જે સતત ચાલ્યાં હતાં મંઝિલ સુધી પહોંચ્યાં
અમે  બેઠાં  રહ્યાં    એથી   અમારે   દોડવું   પડશે

કયામતમાં ખુદાને  જિંદગીભરનો  હિસાબ  આપ્યો
ખબર નો'તી  કે  મૃત્યુની  પછી પણ બોલવું  પડશે

જીવનના  જામમાં   થોડી  મદિરા  ઓર  બાકી  છે
‘અમીર’ આ મોતને કહી દો  કે એણે  થોભવું પડશે
 
સ્વરઃ મનહર ઉધાસ
રચનાઃ દેવદાસ અમીર
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]