ખુશીનો દિવસ છે ખુશીનો દિવસ છે ખુશીના છે આંસુ ન પૂછો અમારી કાં આંખો રડે છે? સુખમાંય આંસુ ને દુઃખમાંય આંસુ અમને તો આંસુની આદત પડી છે રહેજો સલામત આ જોડી તમારી માલિકને એવી અરજ છે અમારી કોઈને નસીબે જુલમી જુદાઈ કોઈને નસીબે મિલનની ઘડી છે ખુશીનો દિવસ છે ખુશીના છે આંસુ તમે ભૂલતા'તા ને હું યાદ દેતી વીસરો નહિ કંઈ એવું હું કહેતી મીઠી એ યાદો ભલે ભૂલી જાઓ અમે તો યાદો જીગરમાં જડી છે સુખમાંય આંસુ ને દુઃખમાંય આંસુ અમને તો આંસુની આદત પડી છે ખુશીનો દિવસ છે ખુશીના છે આંસુ સપનું સદાયે આવે ને જાતું પોતાનું માન્યું પરાયું એ થાતું આંસુની શાહીથી વિધિએ લખેલી કેવી આ જીવનની બારાખડી છે! ખુશીનો દિવસ છે ખુશીના છે આંસુ ન પૂછો અમારી કાં આંખો રડે છે? સુખમાંય આંસુ ને દુઃખમાંય આંસુ અમને તો આંસુની આદત પડી છે સ્વરઃ અલકા યાજ્ઞિક ગીતઃ અવિનાશ વ્યાસ સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ પૂજાના ફૂલ (૧૯૮૩) ક્લીક કરો અને સાંભળોઃ |