[પાછળ]
ઘમ્મર ઘમ્મર ઘૂમે વલોણું મારું

ઘમ્મર ઘમ્મર ઘૂમે વલોણું મારું
ઘમ્મર ઘમ્મર ઘૂમે  ઘૂમે રે ઘૂમે

રૂનક ઝૂનક રૂમઝૂમે ઝાંઝર મારું
રૂમઝૂમ રૂમઝૂમ ઝૂમે ઝૂમે રે ઝૂમે

હો રે  બાઈ,  મોતી મઢેલ મારી ઈંઢોણી
માથે રૂપાની મટકી ઝૂલે
ઊભી  રે વાટ્યમાં  લહેરાતી ઓઢણીએ
તારાના ફૂલ લૂમેઝૂમે કે ઝાંઝર રૂમેઝૂમે!

ઘમ્મર ઘમ્મર ઘૂમે વલોણું મારું
ઘમ્મર ઘમ્મર ઘૂમે  ઘૂમે રે ઘૂમે

રૂનક ઝૂનક રૂમઝૂમે ઝાંઝર મારું
રૂમઝૂમ રૂમઝૂમ ઝૂમે ઝૂમે રે ઝૂમે

હો રે બાઈ, હું રે ગોવાલણી ગોકુળ ગામની
મારાં તે મહી કોણ લેશે?
ગોરી તે ગાયનાં ગોરસ કેરાં
મોંઘા તે દામ  કોણ દેશે?
કે ઝાંઝર રૂમેઝૂમે!

ઘમ્મર ઘમ્મર ઘૂમે વલોણું મારું
ઘમ્મર ઘમ્મર ઘૂમે  ઘૂમે રે ઘૂમે

રૂનક ઝૂનક રૂમઝૂમે ઝાંઝર મારું
રૂમઝૂમ રૂમઝૂમ ઝૂમે ઝૂમે રે ઝૂમે

હે મારાં મીઠાં મીઠાં મહીડાં હો રંગરસિયા
લ્યો લ્યો રે ચંદ્ર સમાં હૈડાં  હો રંગરસિયા
ગોરસ છલકે ને  ચૂવે ચુંદડી  લ્યા રસિયા
ભીંજે રે મારા મનડા કેરો મોર રે
મુને ગોકળિયું ગામ રળિયામણું લ્યા રસિયા

લીલી ટોપી ને મુખે મોરલી લ્યા રસિયા
કાનુડો મારા કાળજડાની કોર રે
મુને મહીડાં મૂલવનાર મળીયો લ્યા રસિયા

પૂનમ રાતે કાલિંદી કાંઠે લ્યા રસિયા
અમને રે રમાડેલ રાસ રે
મુને ગોકુળિયું ગામ રળિયામણું લ્યા રસિયા
મારા મીઠાં મીઠાં મહીડાં હો રંગરસિયા
લ્યો લ્યો રે ચંદ્ર સમાં હૈડાં હો રંગરસિયા

ઘમ્મર ઘમ્મર ઘૂમે વલોણું મારું
ઘમ્મર ઘમ્મર ઘૂમે  ઘૂમે રે ઘૂમે

રૂનક ઝૂનક રૂમઝૂમે ઝાંઝર મારું
રૂમઝૂમ રૂમઝૂમ ઝૂમે ઝૂમે રે ઝૂમે
 
સ્વરઃ આરતી મુનશી
ગીત અને સ્વરાંકનઃ ભાઈલાલભાઈ શાહ
(શેઠ ચી.ન. વિદ્યાવિહાર, અમદાવાદ) 
નિર્માણઃ પ્રણવ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ


ઓડિયો ક્લીપ સૌજન્યઃ
ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન
અમદાવાદ
* * * * * * *


અને સાંભળો આ જ ગીતનું
સરોજ ગુંદાણીના સ્વરમાં મૂળ રેકોર્ડિંગ


ઓડિયો ક્લીપ સૌજન્યઃ
પ્રા. ડૉ. દિલીપ ભટ્ટ, સાવરકુંડલા
[પાછળ]     [ટોચ]