[પાછળ]
રહસ્યોની ગુફામાં

રહસ્યોની ગુફામાં જઈ નીસરવું યાદ આવ્યું  નહિ,
સમયસર ખૂલજા સિમસિમ ઉચ્ચરવું યાદ આવ્યું નહિ

અમે  જે બાળપણમાં ભીંત  પર દોર્યું  સરળતાથી
ઘણા યત્નો  છતાં પાછું ચીતરવું યાદ આવ્યું નહિ

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ
ખરે ટાણે  હુકમ પાનું ઊતરવું  યાદ આવ્યું  નહિ

કલમથી શાહી બદલે દર્દ  છંટકોર્યું છે કાગળ પર
બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહિ

રચનાઃ મનોજ ખંડેરિયા સ્વર-સ્વરાંકનઃ અમર ભટ્ટ ક્લીક કરો અને સાંભળોઃ (Source: www.tahuko.com)

[પાછળ]     [ટોચ]