[પાછળ]
ઓ હાલો રે હંસા મારા

ઓ હાલો રે હંસા મારા  ઊંચે આકાશે ઊડી જઈએ
ઊડી જઈએ  આજ ખૂટ્યાં રે આપણા અંજળપાણી

સરોવરની છોડો  માયા
લીલા વનની રૂઠી છાયા
દશા રે  પલટાણી હંસા
દિશા  આ  પલટાણી રે
આજ ખૂટ્યાં રે આપણા અંજળપાણી

પરતના સથવારા છૂટ્યાં
આશાના ઓવારા તૂટ્યાં
મમતાનાં ઝરણાંમાં હંસા
સમતા  કેમ  સૂકાણી  રે
આજ ખૂટ્યાં રે આપણા અંજળપાણી

ઓ હાલો રે હંસા મારા  ઊંચે આકાશે ઊડી જઈએ
ઊડી જઈએ  આજ ખૂટ્યાં રે આપણા અંજળપાણી

સ્વરઃ પ્રફુલ્લ દવે ગીતઃ વેણીભાઈ પુરોહિત સંગીતઃ સલીલ ચૌધરી ચિત્રપટઃ ઘરસંસાર (૧૯૭૮) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]