[પાછળ]
કે આભ મને ઓછું પડે

હતું જે મનમાં, હો મળ્યું જીવનમાં
હું તો ઊડું આજે  સપનાની પાંખ

કે આભ મને ઓછું પડે
કે આભ મને ઓછું પડે

અંતર કેરા ક્યારે ખુશીઓની કળીઓ મહેકી
જીવતર કેરા બાગે  આશાની  કોયલ  ટહુકી

મલકાતું લાગે મને આખુંય જગ
ધરતી પર મારો  ટકતો ના પગ

કે આભ મને ઓછું પડે
કે આભ મને ઓછું પડે

ખળખળ રાગે ઝરણાંઓ ગાએ છે ગીત
પહાડોમાં  પડઘાઓ   પાડે   છે   પ્રીત

ઈન્દ્રધનુષ   હું    ગૂંથું    અંબોડે
ગાઉં રે નાચું ચડી કલ્પનાને ઘોડે

કે આભ મને ઓછું પડે
કે આભ મને ઓછું પડે

હતું જે મનમાં, હો મળ્યું જીવનમાં
હું તો ઊડું આજે  સપનાની પાંખ

કે આભ મને ઓછું પડે
કે આભ મને ઓછું પડે

સ્વરઃ અનુરાધા પૌડવાલ
ગીતઃ કેશવ રાઠોડ    સંગીતઃ વિજય
ચિત્રપટઃ સિંદૂરથાપા (૧૯૮૪)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]