[પાછળ]
ભૂલી જવાનો હું જ

ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઈએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું  પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી પીવા મળ્યું નહિ
દરિયો મળ્યો છે આમ તો ડૂબી જવા મને.

ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,
મંજુર છે સહુ આપની એ હા કે ના મને.

ભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને
તારા લખેલા એટલાં  પત્રો મળ્યાં મને

થાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા
સારું થયું કે લોક તો ઉંચકી ગયા મને

રચનાઃ કૈલાસ પંડિત
ક્લીક કરો અને સાંભળો
ગઝલની આશિત દેસાઈના સ્વરમાં ગ્રામોફોન રેકોર્ડઃ


ક્લીક કરો અને સાંભળો 
મનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલના સ્વરમાં
નવું ૧૯૯૬નું રેકોર્ડિંગઃ

આશિત દેસાઈના સ્વરમાં થયેલા આ ગઝલના ગ્રામોફોન રેકોર્ડિંગની ક્લીપ આપવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.
[પાછળ]     [ટોચ]