રૂમકઝૂમ ઘુંઘર ગાજે રૂમકઝૂમ ઘુંઘર ગાજે ગોરીના ઘૂંઘટ લાજે રૂમકઝૂમ ઘુંઘર ગાજે ગોરીના ઘૂંઘટ લાજે ધાગીન તાકીટ ધીન ધાગીન તાકીટ ધીન તાલ પડે પખવાજે ધાગીન તાકીટ ધીન ધાગીન તાકીટ ધીન તાલ પડે પખવાજે બાજે... બાજે... રૂમકઝૂમ ઘુંઘર ગાજે ગોરીના ઘૂંઘટ લાજે અંગે અંગે રંગ અનંગે વીણા પ્રેમની વાજે નેહભર્યું નર્તન નૈનોમાં સ્નેહ સુરના સાજે યૌવનના ફાગણિયે.. રંગ ભરી રાગણીએ.. હૈયું રંગમાં રાજે... રાજે... રાજે.... ગોરીના ઘૂંઘટ લાજે રૂમકઝૂમ ઘુંઘર ગાજે ગોરીના ઘૂંઘટ લાજે કપટ કરી પનઘટ પર ખટપટ લપટ ઝપટ કઈ ઘાટ ઘડૈયો ધરી પીચકારી ભરી રંગવાની પનિહારી સંગ નરનારી બને ઘેર ઘેરૈયો અંગ અંગ રંગ ડાલ જશોદાના બાલ લાલ ઉડાડે ગુલાલ લાલ ગોપાલ કન્હૈયો હાથ જોડ ગોપી બોલી, બોલી અરરર... ધરી પીચકારી ઊભો જશોદાનો છૈયો રૂમકઝૂમ ઘુંઘર ગાજે ગોરીના ઘૂંઘટ લાજે સ્વર: અમીરબાઈ કર્ણાટકી ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટ: ગુણસુંદરી (૧૯૪૮) ક્લીક કરો અને સાંભળોઃ આ ગીતનો સાચો પાઠ પૂરો પાડવા બદલ સુરતના શ્રી હરીશ રઘુવંશીનો ઘણો ઘણો આભાર.
|