[પાછળ]
રસિયો ફાગણ આયો
હે અલબેલો
હે અલબેલો ફૂલ-છોગળીયાળો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે કામણગારા, હે જી કામણગારા
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે અલબેલો, હે અલબેલો ફાગણ આયો!

વનરાવનમાં, તનમાં,  મનમાં,
થનગન જોબન લા...યો!
ફોરંતી પાંખડીએ, આંજેલી આંખડીએ આ...વી
મધુ ટપકતે...
મધુ ટપકતે મુખલડે મલકાયો, ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે અલબેલો
હે અલબેલો ફૂલ-છોગળીયાળો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે આવ્યો... મસ્તાનો, ગોપી-ગોપ  કેરા રાસે
કળીઓના કાળજળે આવ્યો પ્રેમભરી સુવાસે
મનમોહનની...
એ જી મનમોહનની યાદ બનીને અંતરમાં સમાયો
રસિયો ફાગણ આયો!

હે અલબેલો
હે અલબેલો ફૂલ-છોગળીયાળો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે કામણગારા, હે જી કામણગારા
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

સ્વરઃ ગીતા દત્ત
ગીતઃ જયંત પલાણ
સંગીતઃ એ.આર. ઓઝા
આલ્બમ "ગીતા દત્ત - ગુજરાતી ગીતો" (૧૯૭૧) 
ગ્રામોફોન રેકોર્ડ નં. 7EPE 1535

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]