[પાછળ]
મુંને સાવ રે સોનાનું તું બેડું લાવી દે
 
હો મુંને સાવ રે સોનાનું તું બેડું લાવી દે
સાયબા ગામને પાદરિયે મારે પાણી જાવાં છે

જેવી શ્રાવણ ને ભાદરવાની વીજલડી ચમકે
એવું સોનાનું બેડું મારું ઝમક ઝમક ઝમકે

મુંને ગામની રૂપાળી રૂડી રાણી થાવા દે
હોવે હોવે હોવે               

રે મુને સાવ રે સોનાનું તું બેડું લાવી દે
સાયબા ગામને પાદરિયે મારે પાણી જાવાં છે

મુંને સાવ રે સોનાનું તું બેડું લાવી દે

માથે બેડું, કેડે બેડું, કેમ કરી ઝટ હીંડું?
લાડકડો દેવરિયો મુને કાંકરી મારે છે!

સાસુજી પૂછશે મુંને વેળ કેમ આવડી?
પનઘટ તો ઢુંકડું  ને પાસે તલાવડી!

મહીયરથી તેડવાને આવી તારી માવડી
કોણ જાશે ખેતરમાં ચારવાને ગાવડી?

મોડું થાશે રે દેવરિયા મુને ઘેર જાવા દે
હોવે હોવે હોવે            

રે મુંને સાવ રે સોનાનું તું બેડું લાવી દે
સાયબા ગામને પાદરિયે મારે પાણી જાવાં છે

મુંને સાવ રે સોનાનું તું બેડું લાવી દે
સ્વર: કમલ બારોટ

ક્લીક કરો અને સાંભળોઃ

કમલ બારોટના હલકદાર સ્વરનું આ ગીત પૂરું પાડવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર. આ જૂની ગ્રામોફોન રેકોર્ડ વિશે કોઈની પાસે વધુ માહિતી હોય તો આપવા વિનંતી છે.

[પાછળ]     [ટોચ]