અમને ફરતાં ચક્કર આવ્યાં કૂંપળ લાલ હોય કે લીલી પીપળો ઝાડ હોય કે વેલ અમને ફરતાં ચક્કર આવ્યાં વટસાવિત્રી ચાલો સહિયર સાચાં ધાગા લઈએ પ્રેમપૂજાની મનની આરત ફરતાં ફરતાં કહીએ આંખો લાલ હોય કે પીળી વ્હાલો સાથ હોય કે વેશ અમને ફરતાં ચક્કર આવ્યાં એકમેકને પડખે સહિયર ચાલો દુઃખડાં સહીએ જાશે દા'ડાં હસતાં રમતાં, ભળતાં સહુમાં રહીએ નૌકા તેજ હોય કે ધીરી પરણ્યો હેમ હોય કે શેષ અમને ફરતાં ચક્કર આવ્યાં કૂંપળ લાલ હોય કે લીલી પીપળો ઝાડ હોય કે વેલ અમને ફરતાં ચક્કર આવ્યાં કૂંપળ લાલ હોય કે લીલી પીપળો ઝાડ હોય કે વેલ અમને ફરતાં ચક્કર આવ્યાં સ્વર: કૌમુદી મુનશી ગીતઃ ધીરેન વ્યાસ સંગીતઃ નવીન શાહ ક્લીક કરો અને સાંભળોઃ
|