[પાછળ]
લીલી લીલી ઓઢણી ઓઢી

લીલી લીલી  ઓઢણી ઓઢી  ધરતી ઝૂમે રૂમઝૂમ
ફૂલડાં ખીલ્યાં, ફૂલડાં ઉપર ભમરા બોલે ગુનગુન
તોયે મારો  સાયબો ન્યારો  બેઠો છાનો  સૂનમૂન

ડુંગર ડોલે  મોરલો બોલે
આંબા ડાળે કોકિલા પણ બોલે રે
પવન કેરો પાવો છેડે મીઠી મીઠી ધૂન
તોયે મારો  સાયબો ન્યારો  બેઠો  સાવ  સૂનમૂન

પારેવડાંની જોડ જોને પેલી તરુવર પર ડોલે
કોડભર્યાં એના અંતરના અમી એકબીજા પર ઢોળે
પગની પાનીએ સરી જતી, મારી પાયલ બોલે છૂનછૂન
તોયે મારો  સાયબો ન્યારો  બેઠો  સાવ  સૂનમૂન

સ્વરઃ આશા ભોસલે    ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ ઝેર તો પીધાં છે જાણી જાણી (૧૯૭૨)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]