[પાછળ]
લાલ ચટક ચૂંદડીમાં

લાલ ચટક  ચૂંદડીમાં  વરસે ગુલમહોર
વાલમ વરણાગી મારો બોલે ઝીણાં મોર

એવી  તે  કેવી  છે  મનગમતી ભૂલ
રણમાં મેં શોધ્યા છે કોયલ બુલબુલ

મહેકે  છે  અંગ  અંગ વાગ્યો જે  થોર
લાલ ચટક  ચૂંદડીમાં  વરસે ગુલમહોર

જાતા'તાં વાટ મહીં મારી તેં કાંકરી
રણકે છે રાત થઈ સોનાની ઘાઘરી

તારી  તે  સંગ સંગ  સાજન  કલશોર
લાલ ચટક  ચૂંદડીમાં  વરસે ગુલમહોર
ગીતઃ સુરેશ દલાલ
સ્વરઃ ઉષા મંગેશકર
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]