[પાછળ]
મન મળે ત્યાં મેળો મનવા

મન મળે ત્યાં મેળો રે મનવા,  મન મળે ત્યાં મેળો
મન હસે તો સુખની હેલી નહીં તો દુઃખનો દરિયો

મનડું   હોય   ઉદાસી   ત્યારે   મરુભોમશું  લાગે
ફૂલ  ખુશીના  ખીલી  રહે  તો  નંદનવનશું  લાગે

ધરતી  ઉપર  સ્વર્ગ  રચી દે  મનનો  આનંદમેળો
મન મળે ત્યાં મેળો રે મનવા,  મન મળે ત્યાં મેળો

મનમાં રામ વસ્યો છે મનવા, મનમાં છે  ઘનશ્યામ
મંદિર  જેવું   મન   રહે   તો  મનમાં  તીરથધામ

મનડા કેરો  રામ  રિઝે  તો  પાર  જીવનનો બેડો
મન મળે ત્યાં મેળો રે મનવા,  મન મળે ત્યાં મેળો

સ્વરઃ કમલ બારોટ
ગીતઃ મહેશ શાહ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]