[પાછળ]
કેટલાં વરસે મળી ગયા

કેટલાં  વરસે  મળી ગયા કેમ છો
સાવ બસ ભૂલી ગયા’તા કેમ છો

હું  ફકત  હસતો રહ્યો  ઉત્તર રૂપે
એમણે  પૂછ્યું’તું  હસતાં  કેમ છો

શહેર છે ઓ દોસ્ત આ શહેર છે
કોઇ નહિ પૂછે  અહીંયાં  કેમ છો

અર્થ   એના   કેટલાં  યે   કાઢશે
કોકને  પૂછ્યું’તું  અમથા  કેમ છો

આંખ મેં  બારી તરફ  માંડી ફકત
કોઇએ પૂછ્યું  કે  ઘરમાં  કેમ છો

સ્વરઃ મનહર ઉધાસ
રચનાઃ કૈલાસ પંડિત

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]