[પાછળ]
રસિયા રે તારી પાઘલડીને છેડે

રસિયા રે, તારી પાઘલડીને છેડે મારું મન મોહ્યું રે
રસિયા રે, તારી આંખલડીને નેડે મારું મન મોહ્યું રે

આંખોના  વાદળમાં  જાણે  શ્રાવણિયાની વીજ રે
ગરજે, પણ વરસ્યો ના વરસે એવી ચઢતી ખીજ રે

રસિયા રે, તારી બંધ કટારી કેડે ભાન મારું ખોયું રે
રસિયા રે, તારી પાઘલડીને છેડે મારું મન મોહ્યું રે

ડગ ભરતો જાણે ડુંગર ડોલ્યો
બોલે બોલે મોરલિયો બોલ્યો

રસિયા રે, મેં તો પાણી ભરતાં બેડે મુખ તારું જોયું રે
રસિયા રે, તારી પાઘલડીને છેડે મારું મન મોહ્યું રે

રસિયા રે, તારી પાઘલડીને છેડે મારું મન મોહ્યું રે
રસિયા રે, તારી આંખલડીને નેડે મારું મન મોહ્યું રે
સ્વરઃ કમલ બારોટ
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ નંદનવન (૧૯૬૧)
ક્લીક કરો અને સાંભળોઃ

આ દુર્લભ ઓડિયો ક્લીપ મેળવી આપવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.

[પાછળ]     [ટોચ]