જરી ઊગતા સૂરજની તો લાજ રાખો જરી ઊગતા સૂરજની તો લાજ રાખો મારા રસિયા હું તો લજ્જાથી લાલ લાલ થઈ જાઉં રે! આ અટકચાળી આંખ્યું આઘી રાખો મારા રસિયા હું તો લજ્જાથી લાલ લાલ થઈ જાઉં રે! ઉગતું પરોઢ ને હું ને તું એકલા ઊષા ને સૂરજ શું રહી શકે વેગળાં? મારા ઘૂંઘટની મર્યાદા રાખો મારા રસિયા હું તો લજ્જાથી લાલ લાલ થઈ જાઉં રે! જરી ઊગતા સૂરજની તો લાજ રાખો મારા રસિયા હું તો લજ્જાથી લાલ લાલ થઈ જાઉં રે! મેલો મારો છેડલો... મેલો મારો છેડલો વરણાગી વાલમા જોઈ ગયો હંસ પેલો તરતો તળાવમાં એ હંસ નથી પ્રીતથી અજાણ્યો મારી હંસલી ના ના... હું તો લજ્જાથી લાલ લાલ થઈ જાઉં રે! જરી ઊગતા સૂરજની તો લાજ રાખો મારા રસિયા હું તો લજ્જાથી લાલ લાલ થઈ જાઉં રે! સ્વરઃ આશા ભોસલે અને મન્ના ડે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ મજિયારા હૈયાં (૧૯૬૯) ક્લીક કરો અને સાંભળોઃ આ સુંદર ને દુર્લભ ગીત ઉપલબ્ધ કરાવવા બદલ અમદાવાદના ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનનો ઘણો ઘણો આભાર.
|