[પાછળ]
કમળમાં  રંગ ક્યાં  છે?

કમળમાં  રંગ ક્યાં  છે,  રંગ જે તારા બદનમાં છે!
ન જો  ઈર્ષ્યાની  નજરે   ફૂલો  જે આજ વનમાં છે

કમળ  કરતાં  વધુ  લાલી  અરે  છે  ગાલમાં તારાં
કમળની પાંખડી કરતાં  આ સુંદર નયન  છે પ્યારાં

નથી મધુમાં વધુ  મધુરતા ભરી  જે તારા મનમાં છે
કમળમાં  રંગ ક્યાં  છે,  રંગ જે તારા બદનમાં છે!

વ્યથા  તારા   જીવનની  કોઈ  પણ  કલ્પી શકે ના
કથાઓ   તારા   જીવનની  કોઈ   જાણી  શકે  ના

કૈંક રંગીન રાતોની વાતો જે છૂપાઈ તારા મનમાં છે
કમળમાં  રંગ ક્યાં  છે,  રંગ જે તારા બદનમાં છે!

સ્વરઃ ભૂપિન્દર
ગીતઃ રમેશ ગુપ્તા  સંગીતઃ કેરસી મિસ્ત્રી
ચિત્રપટઃ સોનકુંવર (૧૯૮૩)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]