આટલા ઉતાવળાં ન થાવું હોં કે
આટલા ઉતાવળાં ન થાવું, હોં કે
આટલા ઉતાવળાં ન થાવું!
આટલા ઉતાવળાં ન થાવું, હોં કે
આટલા ઉતાવળાં ન થાવું!
ભલે નેણાં હું મારા નચાવું, નચાવું!
આટલા ઉતાવળાં ન થાવું, હોં કે
આટલા ઉતાવળાં ન થાવું!
એય, આટલાં ઉતાવળાં ન થાવું, હોં કે
આટલા ઉતાવળાં ન થાવું!
બીચ રે સરોવરમાં તરસ્યુંના તીરથી
ક્યાં સુધી તરસે રીબાવું, રીબાવું?
કેમ ના ઉતાવળો હું થાઉં?
આટલા ઉતાવળાં ન થાવું, હોં કે
આટલા ઉતાવળાં ન થાવું!
કાળજામાં કોડ અને આંખ્યુંમાં આશ
એક મારા દિલડામાં એક તારો વાસ
ભલે ઘૂંઘટમાં મુખ હું છુપાવું, છુપાવું!
આટલા ઉતાવળાં ન થાવું, એય
આટલા ઉતાવળાં ન થાવું!
ખેતરને ખોળે વાયરો ઝોલે
વાયરો ઝોલે ને દલ મારું ડોલે
એ રંગ મહીં આજ હું રંગાવું, રંગાવું!
કેમ ના ઉતાવળો હું થાઉં?
જા, આટલા ઉતાવળાં ન થાવું, હોં કે
આટલા ઉતાવળાં ન થાવું!
ભવ ભવના ભેરું તું સાથીડો મારો
સંગ મળી તરવો આ ભવસાગર ખારો
તારા સૂર મહીં સૂર હું પૂરાવું, પૂરાવું!
આટલા ઉતાવળાં ન થાવું, હોં કે
આટલા ઉતાવળાં ન થાવું!
સ્વરઃ આશા ભોસલે અને મન્ના ડે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ જોગીદાસ ખુમાણ (૧૯૭૨)
ક્લીક કરો અને સાંભળોઃ
|