એક લાલ બંગડીએક લાલ બંગડી ને બીજી લીલી
પરણ્યે પહેરાવી તો પહેરી લીધી
લાલ રંગ ચૂમ્યો મારા મનના આકાશે
લીલુડો નાસી ગયો વનમાં
ચૂમ્યાને ચોરી ગઈ આભલાની સંધ્યા
ને લીલુડો મોરપીંછ વનમાં
હળવેથી હાથ મારા હાથમાં ધરી
એક લાલ બંગડીને બીજી લીલી
પરણ્યે પહેરાવી તો પહેરી લીધી
લાલ રંગ જાણે મારા હોઠોની કોરમાં
લીલી તે પાલવની ભાત
પાલવનો છેડલો હોઠે દબાવી
હું સંભારું વ્હાલાની વાત
હોંશભર્યા હૈયાને હેતથી ભરી
એક લાલ બંગડી ને બીજી લીલી
પરણ્યે પહેરાવી તો પહેરી લીધી
સ્વરઃ કૌમુદી મુનશી
ગીતઃ કનુ રાવળ સંગીતઃ નવીન શાહ
ક્લીક કરો અને સાંભળોઃ
|