[પાછળ]
હે પ્રીતમ તું મારી પૂજા

હે પ્રીતમ, તું મારી પૂજા, હું ચરણોનું ફૂલ
તું વનરાવનનો વનમાળી, હું કુંજગલીની ધૂળ

મનનું માનસરોવર ઝીલે તારા રૂપની છાયા
પંકજ ને પાણીની આ તો જનમજનમની માયા

તું પ્રીતનું પાનેતર, હું વરણાગી રંગીન ઝૂલ
તું વનરાવનનો વનમાળી, હું કુંજગલીની ધૂળ

મારા શ્વાસ તણી શેરીમાં તારું આવન જાવન
તારે પગલે આ મનખાનું મંદીરિયું છે પાવન

તું  અજવાળે  અંતર,  હું સુહાઉ તારું કુળ
તું વનરાવનનો વનમાળી, હું કુંજગલીની ધૂળ

હે પ્રીતમ, તું મારી પૂજા, હું ચરણોનું ફૂલ
તું વનરાવનનો વનમાળી, હું કુંજગલીની ધૂળ

સ્વરઃ આશા ભોસલે
ગીતઃ કાંતિ અશોક  સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ચિત્રપટઃ શ્રાવણી સાતમ (૧૯૭૭)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]