[પાછળ]
કૂવાને કાંઠડે હું એકલી

કૂવાને કાંઠડે હું એકલી... કૂવો જાણે વહુવારુની વાત રે વહુનો... ઓજી રે વહુનો વિસામો છે કૂવાનો ઘાટ કુવાને કાંઠડે હું એકલી... ઉરમાં અરમાન પૂર્યાં આંસુની સાંકળે ઉર બોલ્યું ને મારું દુઃખ કૂવો સાંભળે ભર્યા રે સાસરિએ મારી નોંધારી જાત વહુનો... ઓજી રે વહુનો વિસામો છે કૂવાનો ઘાટ કુવાને કાંઠડે હું એકલી... સાસુ સતાવે ને ધણી ના બોલે તો વહુ જઈને કૂવાની કાયા ઢંઢોળે કૂવો મારું મૈયર્યું, કૂવો મારી માત વહુનો... ઓજી રે વહુનો વિસામો છે કૂવાનો ઘાટ કૂવાને કાંઠડે હું એકલી... મનડું મૂંઝાય અને આંખો આંસુ ઢોળે તો કૂવો બોલે આવ ઝટ મારે ખોળે હું છું તારી માત-ભ્રાત, હું છું તારો સાથ વહુનો... ઓજી રે વહુનો વિસામો છે કૂવાનો ઘાટ કૂવાને કાંઠડે હું એકલી...

સ્વરઃ અનુરાધા પૌડવાલ ગીત-સ્વરાંકનઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]