[પાછળ]
મારા જખમ ને દર્દમાં

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સૂરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારોયે ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઈ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

‘બેફામ’ તારી પ્યાસને નથી કોઈ જાણતું
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છે

સ્વરઃ આશિત દેસાઈ
ગીતઃ બરકત વિરાણી ‘બેફામ’
સંગીતઃ તલત અઝીઝ

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]