[પાછળ]
વાંકી વળું તો

વાંકી વળું તો મારી કેડ વળી જાય
નીચી નમું તો મારી ડોક નમી જાય

વાંકી વળું તો મારી કેડ વળી જાય
નીચી નમું તો મારી ડોક નમી જાય

કેડ વળી જાય...  ડોક નમી જાય....
કેમ રે થાય...    હાય, હાય, હાય...

ઓ રે છબીલી તને શું રે થાય?
સીધી ઊભી રે કેમ વાંકીચૂકી થાય?

ઓ રે છબીલી તને શું રે થાય?
સીધી ઊભી રે કેમ વાંકીચૂકી થાય?

શું રે થાય.... વાંકીચૂકી થાય...
ના સમજાય...  હાયે, હાયે હાયે...

વાંકી વળું તો મારી કેડ વળી જાય
નીચી નમું તો મારી ડોક નમી જાય

લાલ લાલ લાલ તારી આંખડીયું લાલ
ગોળ ગોળ ગોળ તારા ગુલાબી ગાલ
હાયે, હાયે હાયે તારી લટકાળી ચાલ... લટકાળી ચાલ

ઢેલ ઢેલ ઢેલ હું તો નાજુકડી ઢેલ
હેલ હેલ હેલ ભરી જોબનની હેલ
હાય હાય હાય હવે છોડી દે છેલ... છોડી દે છેલ...

હાલું ચાલું તો મારું રૂપ ઢળી જાય
ઊભી રહું તો આખું અંગ વળી જાય
હાલું ચાલું તો મારું રૂપ ઢળી જાય
ઊભી રહું તો આખું અંગ વળી જાય
રૂપ ઢળી જાય... અંગ વળી જાય...
ના સ્હેવાય... હાય, હાય, હાય...

ઓ રે છબીલી તને શું રે થાય?
સીધી ઊભી રે કેમ વાંકીચૂકી થાય?

હાલ હાલ હાલ મારી ઢળકંતી ઢેલ
મેલ મેલ મેલ હવે ચાળા તું મેલ... ચાળા તું મેલ...
હાયે હાયે હાયે તારી પ્રીત્યું રેલ... પ્રીત્યુંની રેલ...

બોલ બોલ બોલ તારો કેવો આ સંગ 
છેલ છેલ છેલ મારું ધડકે રે અંગ
હાય હાય હાય મને કરતો ના તંગ... કરતો ના તંગ...

આગળ હાલું તો મારી લટ છૂટી જાય
પાછળ હાલું તો મારી કસ તૂટી જાય

આગળ હાલું તો મારી લટ છૂટી જાય
પાછળ હાલું તો મારી કસ તૂટી જાય
લટ છૂટી જાય... કસ તૂટી જાય...
ના રહેવાય...  હાય, હાય, હાય...

ઓ રે છબીલી તને શું રે થાય?
સીધી ઊભી રે કેમ વાંકીચૂકી થાય?

માન માન માન મારું કહેવું રે માન
બાણ બાણ બાણ માર્યાં એવાં રે બાણ
હાયે હાયે હાયે મારા તડપે રે પ્રાણ... હો તડપે રે પ્રાણ...

ચોર ચોર ચોર તું તો રૂપનો રે ચોર
ચોરી ચોરી ચોરી કરી આંખ્યોનો ચોર
હાય હાય હાય મારું હાલ્યું ના જોર... હાલ્યું ના જોર....
અંગે લાગું તો અંગ દાઝી દાઝી જાય
આઘી રહું તો ચેન ઊડી ઊડી જાય

અંગે લાગું તો અંગ દાઝી દાઝી જાય
આઘી રહું તો ચેન ઊડી ઊડી જાય
અંગ દાઝી જાય.... ચેન ઊડી જાય....
ના સ્હેવાય....  હાય, હાય, હાય...

ઓ રે છબીલી તને શું રે થાય?
સીધી ઊભી રે કેમ વાંકીચૂકી થાય?

ઓ રે છબીલી તને શું રે થાય?
સીધી ઊભી રે કેમ વાંકીચૂકી થાય?

શું રે થાય.... વાંકીચૂકી થાય...
ના સમજાય...  હાયે, હાયે હાયે...
 
સ્વરઃ અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ-નરેશ
ચિત્રપટઃ લોહી ભીની ચૂંદડી (૧૯૮૬) 

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]