આંખો લૂછી લે બેની આંખો લૂછી લે બેની આજ ના રોવાય દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં દોરાય આંખો લૂછી લે બેની... માતાની મમતાનું ઓઢ્યું રે પાનેતર અખંડ સુહાગ ચૂડી ચાંદલો જીવનભર ઢોલ ઢબૂક્યાં ને વાગે વાગે શરણાઈ દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં દોરાય આંખો લૂછી લે બેની... કાબી ને કડલાં, ટીલડી ને ઝાંઝર દલ ભરી દાદાએ દીધાં કરિયાવર વસમી વિદાય એવી બોલ્યું ના બોલાય દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં દોરાય આંખો લૂછી લે બેની... સ્વરઃ ઉષા મંગેશકર ગીતઃ ધીરજ વોરા સંગીતઃ સુરેશકુમાર ચિત્રપટઃ કરિયાવર (૧૯૭૭) ક્લીક કરો અને સાંભળોઃ
|