ધનવાન જીવન માણે છે ધનવાન જીવન માણે છે નિર્ધન એ બોજો તાણે છે કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવી જાણે છે બેહાલ ગરીબનાં બાલુડાં પૈસે પૈસે હોય ટળવળતા ખાવાનું ત્યાં ખાનાર કેરી ખોટ આંસુ સારે છે ધનવાન જીવન માણે છે નિર્ધન એ બોજો તાણે છે કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવી જાણે છે નારી ગરીબ દળણાં દળતી ધનવાળી હીરે ઝળહળતી હીરા-મોતીવાળી રોતી એનો કંથ વિલાસો માણે છે ધનવાન જીવન માણે છે નિર્ધન એ બોજો તાણે છે કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવી જાણે છે ગુણ દોષ ભલે હો ધનમદમાં પણ નમતાં પલ્લાં સંપદના સુખ સંપદના સુખના વલખાં જન સંતોષી સુખ માણે છે ધનવાન જીવન માણે છે નિર્ધન એ બોજો તાણે છે કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવી જાણે છે ગીતઃ નાટ્યમહર્ષિ પ્રભુલાલ દ્વિવેદી નાટકઃ સંપત્તિ માટે (૧૯૪૧) પુનઃ રજૂઆતઃ અનુરાધા પૌડવાલ અને સુષમા શ્રેષ્ઠા (આભારઃ વિનયકાન્તભાઈ પ્ર. દ્વિવેદી) ક્લીક કરો અને સાંભળોઃ |