એક તૂટેલું બીન એક તૂટેલું બીન ને બીજું મન ગમગીન બોલે તોયે શું? ના બોલે તોયે શું? કોઈ લોચન ઢળ્યાં જમીન, કોઈ તન ને મન તલ્લીન બોલે તોયે શું? ના બોલે તોયે શું? નિર્જન વનવગડાની વાટે કોઈ વાદળ વરસ્યું ના વરસ્યું, નીરભર સરવરને આરે કોઈ ઝૂરે તરસ્યું ના તરસ્યું એક તડપતું મીન બીજું ઈન્દ્રધનુ રંગીન બોલે તોયે શું? ના બોલે તોયે શું? કોઈ રસભર સારસ જોડી સંગે કરતી દોડાદોડી કોઈ ક્રૂર પારધી તીરે વીંધી રુધિરભીની દીધી તોડી એક બન્યું જ્યાં લીન ત્યાં બીજું બન્યું વિલીન બોલે તોયે શું? ના બોલે તોયે શું? સ્વરઃ હંસા દવે રચનાઃ અવિનાશ વ્યાસ સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ ઉપર ગગન વિશાળ (૧૯૭૧) ક્લીક કરો અને સાંભળોઃ |