પિયરિયું સાંભરે પિયરીયું સાંભરે, બાઈ, મને પિયરીયું સાંભરે સાંભરે માડીના હેત ગાડું વળાવ્યું ત્યારે રોતી’તી માવડી બાપુ ઉભા’તા અચેત એકજ ઓસરીએ હતા ચાર ચાર ઓરડા આંગણે લીમડાની છાયા ગાતી’તી હું ત્યારે ઘેરીને બેસતી ગાયું વાછરડા સમેત ખેતર લીલુડાં ને લહેરાતી વાડીયું ખેલતા ધરતીને ખોળે દીઠી જો હોત ફરી મહિયરની માયા મોઢે માંગ્યાં મૂલ દેત સ્વરઃ મોતીબાઈ અને લતાબાઈ રચનાઃ શ્રી પ્રભુલાલ દ્વિવેદી સંગીતઃ મોહન જુનિયર નાટકઃ શંભુ મેળો (દેશી નાટક સમાજ - ૧૯૪૭) ક્લીક કરો અને સાંભળો મૂળ ગ્રામોફોન રેકોર્ડઃ (ઓડિયો સૌજન્યઃ શ્રી લલિતભાઈ શાહ, અમદાવાદ)
|