ઓરી જુવાર ઊગ્યો બાજરો
ઓરી જુવાર ઊગ્યો બાજરો નાહોલિયા
આંખ્યુંને લાગ્યો રે ઊજાગરો ગોરલિયા
ખેતરિયામાં બાજરો ને અંતરિયામાં તું
પીળા પારસ પીપળે મારું પારેવું છે તું
આવ્યો અષાઢ બોલે દાદુર રે નાહોલિયા
ઓરી જુવાર ઊગ્યો બાજરો નાહોલિયા
તું છે ગોરી ગોકુળ જેવી
આંખડિયુંના માર મારે
આંખડિયું ના માર
મારા જેવું પંખી પાડે પાંપણને પલકાર
તું રાધા હું કાનકનૈયો છેડું રે મોરલિયા
આંખ્યુંને લાગ્યો રે ઊજાગરો ગોરલિયા
હાલ ગલીને હીંચકે રમીએ આંબલિયાની ડાળે
મીઠી મીઠી વાતો કરીએ તળાવડીની પાળે
તારો નેડો લાગ્યો મુને કાળી રે કોયલિયા
આંખ્યુંને લાગ્યો રે ઊજાગરો ગોરલિયા
ઓરી જુવાર ઊગ્યો બાજરો નાહોલિયા
આંખ્યુંને લાગ્યો રે ઊજાગરો ગોરલિયા
સ્વરઃ ઉષા મંગેશકર અને પ્રફુલ્લ દવે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ પીઠીનો રંગ (૧૯૭૯)
ક્લીક કરો અને સાંભળોઃ
* * *
અને સાંભળો આજે ભૂલાઈ ગયેલું ઓરી જુવારનું
એ મૂળ લોકગીત જે નિરુપમા શેઠના સ્વરમાં
પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કર્યું હતું
(ઓડિયો સૌજન્યઃ શ્રી લલિતભાઈ શાહ, અમદવાદ)
|