[પાછળ]

[૧૯૯૧ની સાલમાં રજૂ થયેલી સંજય દત્ત, માધુરી દિક્ષીત અને સલમાનખાનની ભૂમિકાવાળી હિન્દી ફિલ્મ ‘સાજન’ના ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા. આ ગીતોનું ગુજરાતીકરણ કરી ‘સાજન’ નામે એક ગુજરાતી આલ્બમ ૧૯૯૩માં બહાર પડાયું હતું. હવે ભૂલાઈ ગયેલા એ આલ્બમનું આ ગીત આજે પણ સાંભળવું ગમે તેવું છે.]

તું મારી ગઝલ છે તું મારી રાગિણી

જોયો છે પહેલી વાર સાજનની આંખોમાં પ્યાર
સૂના દિલના બાગમાં    આવી રે આવી બહાર

દિલબર તુને મળવાને   થનગનતો વારંવાર 
સૂના દિલના બાગમાં આવી રે આજે બહાર

જોયો છે પહેલી વાર સાજનની આંખોમાં પ્યાર
સૂના દિલના બાગમાં    આવી રે આવી બહાર

નયનો  ઝૂકાવું...   તને દિલમાં વસાવું...
તુંને વસાવી હું તો આ બાગ ભૂલી જાઉં

તું મારું જીગર છે  તું  મારી  નજર  છે
તું મારા અરમાનો તું મારી હમસફર છે

જોયો છે પહેલી વાર સાજનની આંખોમાં પ્યાર
બેચેન  દિલ  આ  મારું  હાયે  હતું   બેકરાર

મારી અદાઓ...     આ મારી જવાની...
બધી તારી કાજે છે આ મારી જિંદગાની

તું   મારી  ગઝલ  છે...   તું  મારી  રાગિણી..
ધડકનો પર હું તારી લખી દઉં દિલની લાગણી

જોયો છે પહેલી વાર સાજનની આંખોમાં પ્યાર
જોયો છે પહેલી વાર સજનીની આંખોમાં પ્યાર

બેચેન દિલ આ મારું  હાયે હતું  બેકરાર
દિલબર તને મળવાને થનગનતી વારંવાર

સૂના દિલના બાગમાં    આવી રે આજે બહાર
જોયો છે પહેલી વાર સાજનની આંખોમાં પ્યાર

સ્વરઃ અનુપમા દેશપાંડે અને અરુણ ઈંગલે
અનુગીતઃ કેશવ રાઠોડ   સંગીતઃ નદીમ-શ્રવણ
આલ્બમઃ સાજન (૧૯૯૩)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]