શાણાની સાથે શાણો દુર્જનથી દુર્જન થા બિચારો ન થા, બાપડો ન થા શાણાની સાથે શાણો, દુર્જનથી દુર્જન થા શાણા છે થોડાં થોડાં, શયતાન છે ઘણાં શયતાનથી શયતાની સમજીને કરતો જા શાણાની સાથે શાણો, દુર્જનથી દુર્જન થા હથિયાર રાખી મ્યાનમાં નિશાન રાખી ચૂપ મ્હાત કર દુશ્મનને જબાન રાખી ચૂપ ગુપચુપ કરીને ઘા ખૂબીથી કરતો જા શાણાની સાથે શાણો, દુર્જનથી દુર્જન થા બાપડો થયો તો લોકો તને રડાવશે ભોળો થયો તો ભૂંડા તને સતાવશે સરજોર થોડો થા, થોડીક ગાળો ખા શાણાની સાથે શાણો, દુર્જનથી દુર્જન થા ગીતની પુનઃ રજૂઆતઃ ઉદય મઝુમદાર નાટકઃ સંપત્તિ માટે (૧૯૪૧) ગીતઃ નાટ્યમહર્ષિ પ્રભુલાલ દ્વિવેદી ક્લીક કરો અને સાંભળોઃ જૂના નાટ્યગીતોના સોનેરી સંભારણા જીવંત રાખવાની પ્રવૃત્તિ માટે શ્રી વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો ગણાય. આ વેબપેજના પૃષ્ઠભાગમાં મુંબઈના એક વખતના વિખ્યાત પણ હવે વિલિન થઈ ગયેલા ભાંગવાડી થિએટરનો બહારનો ભાગ નજરે પડે છે. દેશી નાટક સમાજના બધાં નાટકો અહીં રજૂ થયા હતાં.
|