લાગ્યો રે લાગ્યો રે હૈયે લાગ્યો રે લાગ્યો રે હૈયે રામૈયાનો રંગ રે હોજી હે જી મળિયો શામળિયા કેરો સંગ જો લાગ્યો રે લાગ્યો રે હૈયે રામૈયાનો રંગ રે હોજી અલખ ધણીના આરાધે લગની રામથી લાગી ભેદ મટ્યો ને મટી ભ્રમણા સુરતા બની સુહાગી એ...સુરતાનો સંગ લાગ્યો, કનૈયાનો રંગ લાગ્યો અજવાળાં અંગે અંગ હો... લાગ્યો રે લાગ્યો રે હૈયે રામૈયાનો રંગ રે હોજી હે જી મળિયો શામળિયા કેરો સંગ જો લાગ્યો રે લાગ્યો રે હૈયે રામૈયાનો રંગ રે હોજી તાણાં વાણાંના ત્રાગડેથી જીવતર હરિએ જોડ્યાં તનડે લાગેલ મોહના તાળાં વાલીડાએ તોડ્યાં કાયાનો રંગ લાગ્યો... માયાનો રંગ લાગ્યો ઝબક્યો અંગે અંગ હો... લાગ્યો રે લાગ્યો રે હૈયે રામૈયાનો રંગ રે હોજી હે જી મળિયો શામળિયા કેરો સંગ જો લાગ્યો રે લાગ્યો રે હૈયે રામૈયાનો રંગ રે હોજી ઘાટ ઘડનારો, સરજનહારો, રંગનારો રામૈયો તારણહારો, ભેરુ મારો, સુખ દેનારો સવૈયો દલડાંને રંગ લાગ્યો, મનડાને રંગ લાગ્યો ભભક્યો અંગે અંગ હો... લાગ્યો રે લાગ્યો રે હૈયે રામૈયાનો રંગ રે હોજી હે જી મળિયો શામળિયા કેરો સંગ જો લાગ્યો રે લાગ્યો રે હૈયે રામૈયાનો રંગ રે હોજી સ્વરઃ હેમન્ત ચૌહાણ અને દમયંતી બારડાઈ સંગીતઃ પંકજ ભટ્ટ ચિત્રપટઃ સંત સવૈયાનાથ (૧૯૯૦) ક્લીક કરો અને સાંભળોઃ આ ગીતનો પાઠ પૂરો પાડવા બદલ સુરતના શ્રી હરીશ રઘુવંશીનો ઘણો ઘણો આભાર.
|