હું ગીત તારા ગાવાનો છું તોફાન આંધી આવે તોય તારો હું રહેવાનો છું મારા અંતિમ શ્વાસ સુધી હું ગીત તારા ગાવાનો છું તું નજરથી દૂર છતાંયે અંતરથી તો દૂર નથી હું મંઝિલની રાહે છું મને સથવારો મંજુર નથી આ પ્યાર કદી મજબૂર બને પણ આતમ કૈ મજબૂર નથી જલતા દીપની ચિનગારીમાં કોણ કહે છે નૂર નથી ભલે દુનિયા દુશ્મન થઈ હું ચાહું છું ચાહવાનો છું મારા અંતિમ શ્વાસ સુધી હું ગીત તારા ગાવાનો છું લખવા જ્યારે હું બેસું તું બની કલ્પના આવે છે શબ્દે શબ્દે પ્રીત ગૂંથીને મને ચક્રાવે ચકરાવે છે ફરિયાદ કરું હું શી રીતે તું એવી રીત અજમાવે છે જવાબ દેવા જાઉં છું ત્યાં પ્યાર વચ્ચમાં લાવે છે લાખ મુસીબતની વચ્ચમાં પણ તુજને ના ભૂલવાનો છું મારા અંતિમ શ્વાસ સુધી હું ગીત તારા ગાવાનો છું તોફાન આંધી આવે તોય તારો હું રહેવાનો છું મારા અંતિમ શ્વાસ સુધી હું ગીત તારા ગાવાનો છું સ્વરઃ મન્ના ડે રચનાઃ ધીરજ વોરા સંગીતઃ વસંત દલાલ ચિત્રપટઃ પ્રીત, પિયુ ને પાનેતર (૧૯૭૮) ક્લીક કરો અને સાંભળોઃ
|