મન મળી ગયું મેળામાં હું તો ગઈ’તી મેળે મન મળી ગયું એની મેળે મેળામાં હૈયું હણાઈ ને ગયું તણાઈ જોબનના રેલામાં મેળામાં… મેળામાં… મેળામાં હું તો ગઈ’તી મેળે મેળ મેળાવનાર મેળો, રંગ રેલાવનાર મેળો મૂલે મુલાવનાર મેળો, ભૂલે ભુલાવનાર મેળો ચિત્તનું ચકડોળ મારું આમતેમ ઘૂમતું ને આંખ લડી ગઈ અલબેલામાં હૈયું હણાઈ ને ગયું તણાઈ જોબનના રેલામાં મેળામાં… મેળામાં… મેળામાં હું તો ગઈ’તી મેળે મેળામાં આંખના ઉલાળા, મેળામાં પાયલ ઝણકાર કોઈ ના જાણે ક્યારે વાગે કાળજળે આંખ્યુંનો માર માણસના ભેળું મન મેળે ખોવાઈ જાય રેલાતા રંગે રેલામાં હૈયું હણાઈ ને ગયું તણાઈ જોબનના રેલામાં મેળામાં… મેળામાં… મેળામાં હું તો ગઈ’તી મેળે સ્વરઃ સમુહગાન ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ આ દુર્લભ ઓડિયો ક્લીપ મેળવી આપવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.
|