[પાછળ]
પટ્ટણી પટોળાં

પટ્ટણી પટોળાં પહેર્યાં મારા વાલમા ચૂડલાં ચઢાવ્યાં રાતાચોળ હે... રુદિયામાં ટહુકે છે મોર રૂમું ઝૂમું રે સરખી સહિયરોના સાથમાં ગરબે ઘૂમું રે લોલમ લોલ હે... રુદિયામાં ટહુકે છે મોર લીલુડાં લ્હેરિયા લ્હેરે મારા વાલમા ચિત્તડા કળાયેલ મોર ચાંપાનેરી ચુંદડી ચમકે મારા વાલમા સુરતની સોનેરી કોર હે... રુદિયામાં ટહુકે છે મોર બિકાનેરી બાંધણી બંધાવી મારા વાલમા પહેરી એ નવી નક્કોર મઘમઘતો મોગરો મ્હેંકે મારા વાલમા કોયલ કરે છે કલશોર હે... રુદિયામાં ટહુકે છે મોર પટ્ટણી પટોળાં પહેર્યાં મારા વાલમા ચૂડલાં ચઢાવ્યાં રાતાચોળ

સ્વરઃ હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય ગીત-સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય (આલ્બમઃ કંઠે ગુલમહોરનો ઠાઠ - ૧૯૯૪) ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]