[પાછળ]
મોરલાં ક્યાંથી બોલે?

મોરલાં... ક્યાંથી... બોલે... નહિ આવે, નહિ આવે અંતરમાં ઉમંગ, મોરલાં ક્યાંથી બોલે? નહિ આવે અંતરમાં ઉમંગ, મોરલાં ક્યાંથી બોલે? જ્યાં ઓછા છે જીવનના રંગ, મોરલાં ક્યાંથી બોલે? જ્યાં ઓછા છે જીવનના રંગ, મોરલાં ક્યાંથી બોલે? વીજળી નથી કે નથી મેઘઘટા ગાજતી મેઘઘટા ગાજતી નહિ દેવ દેરી કે ઝાલર ના વાગતી ઝાલર ના વાગતી નથી આભે અષાઢના રંગ, મોરલાં ક્યાંથી બોલે? નથી આભે અષાઢના રંગ, મોરલાં ક્યાંથી બોલે? સંધ્યા નથી કે નથી ઉષા અલબેલડી ઉષા અલબેલડી મેંદીની વાડે નથી ઢળકંતી ઢેલડી ઢળકંતી ઢેલડી કેમ ગૂંજે ગળામાં સારંગ, મોરલાં ક્યાંથી બોલે? કેમ ગૂંજે ગળામાં સારંગ, મોરલાં ક્યાંથી બોલે? નહિ આવે અંતરમાં ઉમંગ, મોરલાં ક્યાંથી બોલે? ચાર ચાર દ્વારની ચાર ચાર ઓરડી આભલાની ખંજરીને માની લો ગોદડી હું સરવર તું વેલી લવંગ, મોરલાં મીઠાં બોલે હું સરવર તું વેલી લવંગ, મોરલાં મીઠાં બોલે નહિ આવે અંતરમાં ઉમંગ, મોરલાં ક્યાંથી બોલે? નહિ આવે અંતરમાં ઉમંગ, મોરલાં ક્યાંથી બોલે?

સ્વરઃ લતાબાઈ અને માસ્ટર મૂળચંદ ગીતઃ પ્રભુલાલ દ્વિવેદી સંગીતઃ મોહન જુનિયર નાટકઃ સાવિત્રી (૧૯૪૮) ક્લીક કરો અને સાંભળો ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ

આ દુર્લભ ઓડિયો ક્લીપ આપવા બદલ અમદાવાદના ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનનો ઘણો ઘણો આભાર.

[પાછળ]     [ટોચ]