[પાછળ]
દુનિયા, દુનિયા, દુનિયા


દુનિયા, દુનિયા, દુનિયા જુગ જુગથી જીવતી ના કોઈએ જાણી નિશદિન પલટતી તારી કર્મકહાણી તારે ભીતર ભર્યાં છે આગ ને પાણી તારા ઈતિહાસે છે અવનવા પ્રસંગ જીત્યા જીતાય નહિ જીવનનાં જંગ દુનિયા, દુનિયા, દુનિયા કોઈએ દોરંગી કહી, કોઈએ દીવાની દુનિયા આ કોઈની ના થઈ કે થવાની જુઠ્ઠાં ઝગડાઓમાં જિંદગી જવાની દૃષ્ટિને છળનારા માયાના રંગ જીત્યા જીતાય નહિ જીવનનાં જંગ દુનિયા, દુનિયા, દુનિયા પળ પળ બંધાયાં સુખદુઃખના બંધન કોઈને ત્યાં હાસ્ય હોય કોઈને રુદન અનુભવની શાળા છે માનવ જીવન શોધ્યા ના સાંપડે સાચાનાં સંગ જીત્યા જીતાય નહિ જીવનનાં જંગ દુનિયા, દુનિયા, દુનિયા


સ્વરઃ અજ્ઞાત ગીતઃ મનસ્વી પ્રાંતિજવાળા સંગીતઃ માસ્ટર મોહન જુનિયર નાટકઃ સવા રૂપિયો (૧૯૪૩) ક્લીક કરો અને સાંભળો ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ (ઓડિયો ક્લીપ સૌજન્યઃ ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન, અમદાવાદ)
[પાછળ]     [ટોચ]