[પાછળ]
તારો મને સાંભરશે સથવારો રે
તારો મને સાંભરશે સથવારો રે
તારો મને સાંભરશે સથવારો રે

જ્યાં સુધી આભને માથે ચમકશે ચંદ્ર સૂરજ ઝબકારો રે
તારો મને સાંભરશે સથવારો રે.

વિસર્યો તે વિસરાશે કેમ  જીવનભરમાં કાનુડો કામણગારો
ભવભવ કેરો સાથ નીભાવવા મૂકજે ના હાથ અણગારો રે

આજ વિજોગણ વ્હાણું વાયું ને આંસુડે ઊભરાયું
બાળપણાની ગોઠડીએ આજ  ગીત અધૂરું ગાયું

ક્યારે આવશે મળવાનો વારો રે
તારો મને સાંભરશે સથવારો રે

યાદ આવે ત્યારે  યાદ કરી લેજે બાલસખો દુઃખિયારો રે
આજ થકી રહેશે હવે કૃષ્ણ સુદામાનો પ્રાણ સહિયારો રે

તારો મને સાંભરશે સથવારો રે
તારો મને સાંભરશે સથવારો રે

સ્વર-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ કૃષ્ણ સુદામા (૧૯૪૭)

ક્લીક કરો અને સાંભળો
અવિનાશ વ્યાસના કંઠે ચિત્રપટ ગીતઃ


અને સાંભળો  આ લોકગીત તેના
મૂળ શબ્દોમાં મોના વ્યાસના કંઠે


(વેબપૃષ્ઠની પશ્ચાદભૂનું ચિત્ર ગાયિકા મોના વ્યાસનું છે.)
[પાછળ]     [ટોચ]