તમારી આંખડી તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે બતાવો પ્રેમપૂર્વક જર્જરિત મારી કબર એને જ્યારે જાલિમ જમાનો જિંદગીનો સાર માંગે છે છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઈ નથી શકતી વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે ‘અમર’નું મોત ચાહનારા લઈ લો હૂંફમાં એને મરી જાશે, એ મરવાને તમારો પ્યાર માંગે છે રચનાઃ ‘અમર’ પાલનપુરી સ્વર-સંગીતઃ હરીશ ઉમરાવ ક્લીક કરો અને સાંભળોઃ (ઓડિયો ક્લીપ સૌજન્યઃ પ્રા. ડૉ. દિલીપ ભટ્ટ, સાવરકુંડલા)
|