[પાછળ]
સૈયર ઊંચે ચડું ને નીચે ઊતરું

સૈયર ઊંચે ચડું ને નીચે ઊતરું સૈયર હું તો ઊંચે ચડું ને નીચે ઉતરું એના અણસારે હું આકળવિકળ થાઉં રે સૈયર મોરી... સૈયર હું તો... સૈયર ઊંચે ચડું ને નીચે ઊતરું સૈયર હું તો ઊંચે ચડું ને નીચે ઊતરું સખી, સોળે કળાએ ઊગ્યો ચાંદલો મારા કંઠે બેસ્યો અષાઢી મોરલો મારી ઓઢણીએ તારલિયા લક્ષ ચાર રે સૈયર મોરી... સૈયર હું તો... સૈયર ઊંચે ચડું ને નીચે ઊતરું સૈયર હું તો ઊંચે ચડું ને નીચે ઊતરું મારા ઘટમાં દીવાઓ રૂડા ઝળહળે સખી, પ્રેમનું પરોઢ તેજ ઝળહળે મારા હૈયામાં ઉમંગની વણઝાર રે સૈયર મોરી... સૈયર હું તો... સૈયર ઊંચે ચડું ને નીચે ઊતરું સૈયર હું તો ઊંચે ચડું ને નીચે ઊતરું સખી, ઋતુઓ બદલાય રંગરંગની સખી, તરસ્યું જાગી રે સજન સંગની આ તો તેજીએ પલાણ અસવાર રે સૈયર મોરી... સૈયર હું તો... સૈયર ઊંચે ચડું ને નીચે ઊતરું સૈયર હું તો ઊંચે ચડું ને નીચે ઊતરું સૈયર ઊંચે ચડું ને નીચે ઊતરું સૈયર હું તો ઊંચે ચડું ને નીચે ઊતરું એના અણસારે હું આકળવિકળ થાઉં રે સૈયર મોરી... સૈયર હું તો... સૈયર ઊંચે ચડું ને નીચે ઊતરું સૈયર હું તો ઊંચે ચડું ને નીચે ઊતરું

સ્વરઃ નેહા મહેતા સંગીતઃ નવીન શાહ ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]