[પાછળ]
જ્યારે જ્યારે તારી યાદ આવે છે

જ્યારે જ્યારે તારી યાદ આવે છે           
           મનમાં આખું અમદાવાદ આવે છે

ગઝલ લખું છું હું તો તારું નામ લઈ          
         નામ વિના સ્હેજે ક્યાં સ્વાદ આવે છે
ઝુલ્ફ ભીની તું ઝરુખેથી સંવારે છે           
          ને શહેર આખામાં વરસાદ આવે છે

કાશ તું આ ઘડીયે આજે સાથ હોતે          
            યાદો થઈ હોઠે ફરિયાદ આવે છે
આંખમાં ‘શીતલ’ જરા લહેરાય છે પાલવ       
         એ બાદ ગઝલ કેવી આબાદ આવે છે

(આલ્બમઃ ‘આભાર’, ૨૦૦૭)             

સ્વરઃ મનહર ઉધાસ
રચનાઃ શીતલ જોશી

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]