આપણી...
આપણી છે પરભવની પ્રીત
મીટ મળી ત્યાં તો અણધાર્યું
મીટ મળી ત્યાં તો અણધાર્યું ચોર્યું મારું ચિત્ત
આપણી છે પરભવની પ્રીત
આપણી છે પરભવની પ્રીત
મેંદી પીસાતાં રંગ વધે છે
મેંદી પીસાતાં રંગ વધે છે પ્રેમની એ છે રીત
આપણી છે પરભવની પ્રીત
આપણી છે પરભવની પ્રીત
પાકા રંગની છાપ જ્યાં છાપી
ફાટે પણ ફીટે ન કદાપિ
પ્રેમીને જુદા કરનારા
પ્રેમીને જુદા કરનારા એ ભૂલી રહ્યાં છે ભીંત
આપણી છે પરભવની પ્રીત
આપણી છે પરભવની પ્રીત
કૃષ્ણે બંસીમાં છે ગાઈ
સૌથી ઊંચી પ્રેમસગાઈ
કૃષ્ણે બંસીમાં છે ગાઈ
સૌથી ઊંચી પ્રેમસગાઈ
પ્રેમ પ્રભુનું મંદિર જાણો
પ્રેમ પ્રભુનું મંદિર જાણો, પ્રેમની થઈ છે જીત
આપણી છે પરભવની પ્રીત
આપણી છે પરભવની પ્રીત