[પાછળ]
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર

એક જ ટીપાંમાં હો જાણે સાત સમંદર,
એવાં  ઝંઝાવાત  હજુ  હૈયાની  અંદર;

હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ એટલું અંતર;

જેવી હું  તેવો  તું યે નક્કી  હોવાનો,
ભેદ ભલે હો બહાર, બધું સરખું છે ભીતર;

જુઓ, કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું;
ચાલો! અહીંયા અટકી જઈએ, નાખો લંગર.

(આલ્બમઃ ‘એવું લખ હવે’)

સ્વરઃ ડૉ. ભાવના મહેતા
રચનાઃ હિમલ પંડ્યા ‘પાર્થ’
સ્વરાંકનઃ પ્રણવ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]