પત્ર લખું કે લખું કવિતા... પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે? વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે? ટહુકા પરથી મોર ચીતરવો, પીંછા પરથી કોઈ પક્ષીને પાન પરથી જંગલ રચવું સાજન તમને ગમે ખરું કે? આંસુ ને ઝાકળ એ બંને રોજ ખરે પણ કોણ ઝીલતું? પુષ્પ અગર તો પથ્થર બનવું સાજન તમને ગમે ખરું કે? મનગમતી વાતો જે મનમાં, મનમાં-મનમાં ઉગે આથમે એનું ગીત કદી ગણગણવું સાજન તમને ગમે ખરું કે? પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે? વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે? સ્વર અને સ્વરાંકનઃ નયન પંચોલી ગીતઃ માધવ રામાનુજ ક્લીક કરો અને સાંભળોઃ
|