[પાછળ]
સરવર પાળે આંબા ડાળે

સરવર પાળે, આંબા ડાળે, મેના પોપટ ઝૂલતા’તાં
એક એક ટહૂકારે બન્ને પ્રેમની વાતો કરતા’તાં
મેના પોપટ ઝૂલતા’તાં...
આંબા ડાળે ટહૂકતા’તાં...

વસંતની ફોરમ જેવું બન્નેનું ખીલ્યું હતું જીવન
જુદાં એના તન હતાં પણ હતું બેઉનું એક જ મન
હતું બેઉનું એક જ મન

આશા કેરા  માળામાં...
આશા કેરા માળામાં ઈ સુખ દુઃખે સંગે સહેતા’તાં
મેના પોપટ ઝૂલતા’તાં...
આંબા ડાળે ટહૂકતા’તાં...

મેનાના જીવનમાં આવી મમતા કેરી સરવાણી
એક પારધીએ પોપટ કેરાં પ્રાણ લીધા તીર તાણી

પાનખરમાં પ્રીતમ વિજોગે 
પાનખરમાં પ્રીતમ વિજોગે મેના ને બાળ રડતા’તાં
આંબા પાળે ઝૂરતા’તાં...
સરવર પાળે ઝૂરતા’તાં...

સ્વરઃ અનુરાધા પૌડવાલ
ગીતઃ કેશવ રાઠોડ
સંગીતઃ વિજય
ચિત્રપટઃ સિંદૂરથાપા (૧૯૮૪)

ક્લીક કરો અને સાંભળોઃ


આ ગીતના સાચા પાઠ માટે
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર
[પાછળ]     [ટોચ]