[પાછળ]
અલક ચલાણું ઓલે ઘેર ભાણું

ધીમે ધીમે ઊગે વ્હાણું           
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું
પંખીનું ગમતીલું ગાણું           
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું

ગાડી ઉપડે તો હું જાણું           
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું
પલમાં પાલઘર, પલમાં દહાણું       
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું

હું સુરતની સહેલને માણું         
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું
વડોદરાની વાત વખાણું          
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું

કોઈને ત્યાં અવસરનું ટાણું        
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું
કોઈને દડીયે દડીયે કાણું         
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું

મોટા કોઈના ના પરમાણુ         
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું
અણઉકલેલું કોઈ ઉખાણું         
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું

જ્યાં જાઉં ત્યાં મારું થાણું        
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું
જમતા મારી વાત અથાણું        
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું

ગીત ગાઉં ના જરીપુરાણું        
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું
કંઠે મારે રસની લ્હાણું          
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું

હજાર ને નવસો નવ્વાણું         
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું
હું લાખોનું નગદ નાણું          
     અલક ચલાણું ઓલે ઘેર ભાણું

સ્વરઃ હંસા દવે તથા
વિરાજ અને બીજલ ઉપાધ્યાય
ગીતઃ સુરેશ દલાલ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]