[પાછળ]
રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે

રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે
રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે
રોમ રોમમાં આતમ જાગે
વસંતને દરબાર અનેરો ઝાંઝરિયો ઝણકાર

રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે
રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે
વાગે છૂમ વાગે છૂમ વાગે છૂમ છૂમ

ઝાંઝ ને પખવાજ, બંસરી
સૂરીલી શરણાઈ સકળ જે
વીણાને રણકાર અનેરો ઝાંઝરિયો ઝણકાર
રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે
વાગે છૂમ વાગે છૂમ વાગે છૂમ છૂમ

મૃદંગ તાલે નર્તકી છમકે 
તાલે તાલે દીવડા દમકે
મૃદંગને પડકાર અનેરો ઝાંઝરિયો ઝણકાર
રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે
વાગે છૂમ વાગે છૂમ વાગે છૂમ છૂમ

રૂમઝૂમ રૂમઝૂમ નર્તકી નાચે 
નર્તન પોતે થૈ થૈ નાચે
સસ નીની ગગ પમપ
નીની ગગ પપ મગમ
ગગ સસ પમ ગરગ
પપ મમ ગગ ગરેસા
ગમપ ગમપ ગમપ પ

રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે
રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે
રોમ રોમમાં  આતમ જાગે
વસંતને દરબાર અનેરો ઝાંઝરિયો ઝણકાર

રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે
રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે
વાગે છૂમ વાગે છૂમ વાગે છૂમ છૂમ

સ્વર: ચંદ્રિકા દેસાઈ

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]