[પાછળ]
તું મારે માટે કરવા શું ધારે છે

તું મારે માટે કરવા શું ધારે છે એ કહે નિત સ્વપ્નમાં શું કામ પધારે છે એ કહે તું મારે માટે કરવા શું ધારે છે એ કહે નિત સ્વપ્નમાં શું કામ પધારે છે એ કહે ધારે છે દુનિયા શું નથી એની પડી મને મારા વિશે તું ખુદ શું વિચારે છે એ કહે નિત સ્વપ્નમાં શું કામ પધારે છે એ કહે તું મારે માટે કરવા શું ધારે છે એ કહે નિત સ્વપ્નમાં શું કામ પધારે છે એ કહે બિલકુલ નથી પસંદ તને મારા શેર તો તું નોટમાં શું રસથી ઉતારે છે એ કહે નિત સ્વપ્નમાં શું કામ પધારે છે એ કહે તું મારે માટે કરવા શું ધારે છે એ કહે નિત સ્વપ્નમાં શું કામ પધારે છે એ કહે કહેવાનું મારે જે હતું તુજને કહી દીધું કહેવાનું શું હવે મને તારે છે એ કહે નિત સ્વપ્નમાં શું કામ પધારે છે એ કહે તું મારે માટે કરવા શું ધારે છે એ કહે નિત સ્વપ્નમાં શું કામ પધારે છે એ કહે દિલચશ્પી જો નથી તને ‘ઘાયલ’ની વાતમાં તું માથું કેમ વાતમાં મારે છે એ કહે નિત સ્વપ્નમાં શું કામ પધારે છે એ કહે તું મારે માટે કરવા શું ધારે છે એ કહે નિત સ્વપ્નમાં શું કામ પધારે છે એ કહે

સ્વરઃ મનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલ રચનાઃ અમૃત ‘ઘાયલ’ આલ્બમઃ આભુષણ ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]