[પાછળ]
ભર રે નિંદરમાંથી ઝબકીને જાગી
 
ભર રે નિંદરમાંથી ઝબકીને જાગી
કોણે દીધો મને સાદ
કોણે દીધો મને સાદ

ભર રે નિંદરમાંથી ઝબકીને જાગી
કોણે દીધો મને સાદ
કોણે દીધો મને સાદ

મધ રે રાતલડીમાં મલ્હાર ગાયો
પાછલી પરોઢનો દંશ મુને લાગ્યો
કોણે દીધો પ્રતિસાદ
કોણે દીધો મને સાદ

ભર રે નિંદરમાંથી ઝબકીને જાગી

ઘનઘોર કાળી  અંધારી રાતમાં
થયો    વાદળનો   ગડગડાટ
ઉછળી પહોંચ્યો પૂ્ર્ણ ચાંદનીમાં
કરતો  સાગર   ખૂબ  વાત
કોણે દીધો પ્રતિસાદ
કોણે દીધો મને સાદ

ભર રે નિંદરમાંથી ઝબકીને જાગી
કોણે દીધો મને સાદ
કોણે દીધો મને સાદ

સ્વરઃ સુષ્મા શ્રેષ્ઠા
ગીતઃ માધવ રામાનુજ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]